Uttarajjhayana 1241
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1241
- Language
- Gujarati
1241
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૮૧ થી ૮૮૪ [૨૩/૮૮૧ થી ૮૮૪]
[૮૮૧] હે ગૌતમ! અનેક હજાર શત્રુઓ વચ્ચે તમે ઉભા છો. તે તમને જીતવા ઈચ્છે છે, તમે તેને કઈ રીતે જીત્યા?
[૮૮૨] ગૌતમે કહ્યું – એક જીતતા પાંચને જીત્યા. પાંચ જીતતા દશને જીત્યા. દશને જીતીને મે બધાં શત્રુને જીતી લીધા.
[૮૮૩] હે ગૌતમ! તે શત્રુઓ કોણ છે? કેશીએ આ પ્રમાણે પૂછતાં ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું –
[૮૮૪] હે મુનિ! ન જીતેલો એક પોતાનો આત્મા જ શત્રુ છે. કષાય અને ઈન્દ્રિયો પણ શત્રુ છે. તેને જીતીને નીતિ અનુસાર હું વિચરણ કરું છું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit