Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1389

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1389

Language
Gujarati

1389

વિવેચન–૧૦૭૬
મોક્ષ - આઠ પ્રકારના કર્મનો ઉચ્છેદ. તેનો માર્ગ - ઉક્ત સ્વરૂપ, તેથી ગતિ. તે મોક્ષમાર્ગગતિ. તીર્થંકરે કહેલ તેને અવિતથ સાંભળો. તે કહેવાનારા ચાર કારણોથી સંયુક્ત છે. આ ચાર કારણો કર્મક્ષય રૂપ મોક્ષના જ છે, ગતિ તેની પછી ભાવિત છે, તો તેમાં કોઈ વિરોધ ન આવે? તેવી શંકાનો ઉત્તર આપે છે - વ્યવહારથી કારણ અને કારણનું કારણત્વ કહેવાથી અદોષ છે - X - X - X - તેવા ચાર કારણો છે, જેનું લક્ષણ જ્ઞાન અને દર્શન છે. તેનાથી અવશ્ય મુક્તિ થવાની છે, તેથી તેને મૂળ કારણ રૂપે દર્શાવેલ છે. અથવા મોક્ષ - ઉક્ત સ્વરૂપ, માર્ગ - શુદ્ધ, ગતિ - પ્રાપ્તિ. તેને જ્ઞાન-દર્શન અર્થાત્‌ વિશેષ - સામાન્ય ઉપયોગરૂપ અસાધારણ સ્વરૂપ જેનું છે તે. - X - X - X - હવે મોક્ષમાર્ગને કહે છે –

Linked texts (2)