Uttarajjhayana 1391
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1391
- Language
- Gujarati
1391
વિવેચન–૧૦૭૭
જેના વડે વસ્તુ તત્ત્વ જણાય તે જ્ઞાન અને તે જ્ઞાનાવરણના ક્ષય કે ક્ષયોપશમથી સમુત્પન્ન આદિ ભેદથી સમ્યગ્ જ્ઞાન જ છે. જેમાં તત્ત્વ દેખાય છે, તે દર્શન. આ પણ સમ્યગ્ રૂપ જ છે. તે દર્શન મોહનીયના ક્ષય અને ક્ષયોપશમ વડે સમુત્પાદિત, અર્હત્ અભિહિત જીવાદિ તત્ત્વરુચિ લક્ષણ રૂપ શુભ ભાવ સ્વરૂપ છે. ચરે છે - જાય છે, જેના વડે મુક્તિમાં તે ચારિત્ર.
આ પણ સમ્યક્ રૂપ જ છે. તે ચારિત્ર મોહનીયના ક્ષયાદિથી ઉત્પન્ન સામાયિકાદિ ભેદથી સત્ ક્રિયા પ્રવૃત્તિ અને અસત્ ક્રિયા નિર્વૃત્તિરૂપ છે. પૂર્વ ઉપપાત કર્મોને ખપાવવાથી તપ - તે બાહ્ય અભ્યંતર ભેદભિન્ન છે, અર્હત્ વચનાનુસારી હોય તે જ સમ્યક્ પણે ઉપાદેય છે. - X - X - આ સમુદિતપણે મુક્તિમાર્ગ છે.
આ જ માર્ગ છે. કેમકે તે મુક્તિને પ્રાપ્ત કરાવે છે. તેને સમસ્ત વસ્તુ વ્યાપિતાથી અવ્યભિચારીતાથી જોવાના આચારવાળા એવા વરદર્શી તીર્થંકરે કહેલ છે. અહીં ચારિત્રના ભેદપણે છતાં પણ તપનું જે પૃથક્ ઉપાદાન કર્યું તે આનો જ ‘ક્ષપણ’ પ્રતિ અસાધારણ હેતુત્વ દર્શાવવાને છે. હવે આનું જ અનુવાદ દ્વારથી ફળને દર્શાવવા કહે છે
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati