Uttarajjhayana 1395
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1395
- Language
- Gujarati
1395
વિવેચન–૧૦૭૯
તેમાં - જ્ઞાનાદિમાં, જ્ઞાનના પાંચ પ્રકાર છે. (૧) જે સંભળાય તે શ્રુત - શબ્દ માત્ર, તે દ્રવ્ય શ્રુત જ છે. તે શબ્દને સ્વયં સાંભળે કે બોલે અથવા પુસ્તકાદિમાં રહેલ, ચક્ષુ આદિ વડે અક્ષરો ઉપલબ્ધ થાય કે બાકીની ઈન્દ્રિયોથી ગૃહીત અર્થ વિકલ્પથી અક્ષર રૂપ વિજ્ઞાન ઉપજાવે તે અહીં ભાવ શ્રુત, શ્રુત શબ્દથી કહેલ છે. (૨) અભિમુખ યોગ્ય દેશ અવસ્થિત વસ્તુની અપેક્ષાથી નિયત સ્વ-સ્વ વિષયના પરિચ્છેદકપણાથી અવબોધ તે અભિનિબોધ. તે જ આભિનિબોધિક જ્ઞાન. (૩) અવધિ-અવ શબ્દ અધ અર્થમાં છે. તેથી અધસ્તાત-નીચે નીચે જાય છે. તે અધોઅધો અથવા અવધિ - મર્યાદા, રૂપી દ્રવ્યોમાં જ દ્રવ્યોમાં પરિચ્છેદકતાથી પ્રવૃત્તિ રૂપ હોવાથી તેને આશ્રીને જ્ઞાન પણ અવધિ કહ્યું, જેના વડે જણાય કે જાણે છે તે જ્ઞાન. (૪) મન શબ્દથી દ્રવ્ય અને પર્યાયના કથંચિત્ ભેદથી મનોદ્રવ્ય પર્યાય ગ્રહણ કરાય, તે સંજ્ઞી વિકલ્પ હેતુમાં જ્ઞાન, તે મનોજ્ઞાન, તેને જ મનઃપર્યવજ્ઞાની સાક્ષાત્ જાણે છે, બાહ્યને નહીં. (૫) કેવલ - એક અકલુષ અકલ અસાધારણ અનંત જે જ્ઞાન તે કેવળજ્ઞાન.
(શંકા) નંદી આદિમાં મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન કહેલ છે, તો અહીં પહેલાં શ્રુતજ્ઞાન કેમ લીધું? (સમાધાન) બાકીના જ્ઞાનોનું સ્વરૂપ જ્ઞાન પ્રાયઃ તેને આધીન છે, તેવું પ્રાધાન્ય જણાવવાને માટે કહેલ છે.
હવે જ્ઞાન શબ્દના સંબંધી શબ્દત્વ આદિ જેમાં છે તે જ્ઞાન, તેને જણાવવાને માટે હવે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati