Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1401

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1401

Language
Gujarati

1401

વિવેચન–૧૦૮૨
ધર્મ - ધર્માસ્તિકાય, અધર્મ - અધર્માસ્તિકાય, આકાશ - આકાશાસ્તિકાય, કાલ - અદ્ધા સમય રૂપ, પુદ્ગલ - પુદ્ગલાસ્તિકાય, જીવ - જીવાસ્તિકાય, આ દ્રવ્યો છે. પ્રસંગથી લોકસ્વરૂપ પણ કહેલ છે. સામાન્યથી લોકનું આ પ્રમાણેનું સ્વરૂપ છે. શો અર્થ છે? અનંતરોક્ત છ દ્રવ્યરૂપ લોક છે. કહ્યું છે કે – દ્રવ્યો સહિત તે લોક છે, તેનાથી વિપરીત તે અલોક છે. ધર્માદિના આ જ ભેદો છે કે બીજા પણ છે? તે કહે છે –

Linked texts (2)