Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1639

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1639

Language
Gujarati

1639

વિવેચન–૧૩૪૬
એ પ્રમાણે ચક્ષુ આદિ વિષયક રૂપ આદિ અને મનના ઉક્તરૂપ અર્થો રાગી મનુષ્યને દુઃખનો હેતુ થાય છે. ઉપલક્ષણથી દ્વેષીને પણ દુઃખનો હેતુ થાય છે. તેથી વિપરીત વીતરાગને થોડા પણ દુઃખ દેનારા ક્યારેય થતાં નથી. અર્થાત્‌ શારીરિક કે માનસિક દુઃખ દેનારા થતાં નથી.
કંઈ પણ કામભોગમાં વીતરાગ ન સંભવે, પછી દુઃખાભાવ કેમ કહ્યો?

Linked texts (2)