Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1757

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1757

Language
Gujarati

1757

વિવેચન–૧૫૨૬
ઈષત્‌ પ્રાગ્ભારાના ઉપરવર્તી એક કોશ અર્થાત્‌ ગાઉ, તે ઉપરવર્તી ગાઉનો છઠ્ઠો ભાગ તે - ૨૦૦૦ ધનુષ્‌નો છઠ્ઠો ભાગ થાય. કેમકે એક ગાઉના ૨૦૦૦ ધનુષ્‌ કહેલાં છે. તે પ્રમાણે - ૩૩૩-૧/૩ ધનુષ્‌ થાય. ત્યાં સિદ્ધોની અવસ્થિતિ થાય છે. કેમકે ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્‌ની કાયા-વાળા સિદ્ધ થાય તેનો ૨/૩ ભાગ જ અવગાહના રહે. તેથી ૫૦૦ X ૨/૩ = ૩૩૩ - ૧/૩ જ થાય. હવે ત્યાં - તે સ્થાનમાં શું? તે જણાવે છે –

Linked texts (2)