Uttarajjhayana 1765
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1765
- Language
- Gujarati
1765
વિવેચન–૧૫૩૦
રૂપી - રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા. તેનાથી વિપરીત તે અરૂપી - રૂપ આદિનો અભાવ. જીવો, તે સતત ઉપયુક્તતાથી ધન - વિવરોના પૂરણથી નિરંતર નિચિત પ્રદેશથી જીવાદાન કહેલ છે. ઉક્ત રૂપ જ્ઞાન-દર્શનવાળા, તે જ સંજ્ઞા - સમ્યગ્ બોધરૂપ જેનામાં સંજાત છે તે - જ્ઞાન દર્શન સંચિત અર્થાત્ જ્ઞાન દર્શન ઉપયોગવાળા. જેની કોઈ તુલના થઈ શકતી નથી. માટે તેઓ અતુલ છે. કેમકે તે અપરિમિત છે. - X - X - X -
સુખ - શર્મ, એકીભાવથી દુઃખના લેશમાત્ર પણ અકલંકિતત્વ લક્ષણથી પ્રાપ્ત. કેવું સુખ? જેની કોઈ ઉપમા નથી, તેવું અનુપમ સુખ. તેથી તેને નિરુપમ કહેલ છે. ચાર અર્થમાં સુખ શબ્દ પ્રયોજાયેલ છે –
(૧) વિષયની વેદનાના અભાવમાં, વિપાકમાં અને મુક્તિમાં. (૨) દુઃખના અભાવમાં પણ પુરુષ પોતાને સુખી માને છે. (૩) પુન્ય કર્મના વિપાકમાં ઈન્દ્રિયાર્થોનું ઈષ્ટ સુખ છે. (૪) કર્મરુપી ક્લેશનો વિમોક્ષ થતાં મોક્ષમાં અનુત્તમ સુખ છે. અહીં ‘સુખ’ શબ્દ આ મોક્ષસુખના અર્થમાં પ્રયોજાયેલો જાણવો.
ઉક્ત ગ્રંથમાં અવગત-કહેલ છે, છતાં વિપ્રતિપત્તિના નિરાકરણને માટે ફરી તેમના ક્ષેત્રના સ્વરૂપને કહે છે
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati