Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1802

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1802

Language
Gujarati

1802

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૬૦૯ થી ૧૬૧૮ [૩૬/૧૬૦૯ થી ૧૬૧૮]
[૧૬૦૯] ચઉરિન્દ્રિય જીવના બે ભેદો વર્ણવેલા છે – પર્યાપ્ત, અપર્યાપ્ત. તેના ભેદો પાસેથી સાંભળો.
[૧૬૧૦] અંધિકા, પોતિકા, મક્ષિકા, મશક, મચ્છર, ભ્રમર, કીડ, પતંગ, ઢિંકુણ, કુંકુણ,
[૧૬૧૧] કુક્કુડ, શૃંગિરિટી, નંદાવર્ત્ત, વીંછી, ડોલ, ભૃંગરીટક, વિરણી, અક્ષિવેધક,
[૧૬૧૨] અક્ષિલ, માગધ, અક્ષિરોડક, વિચિત્ર, ચિત્રપત્રક, ઓહિંજલિયા, જલકારી, નીચક, તંતવક,
[૧૬૧૩] ઈત્યાદિ ચઉરિન્દ્રિય અનેક પ્રકારના છે. તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. સંપૂર્ણ લોકમાં નહીં.
[૧૬૧૪] પ્રવાહની અપેક્ષાથી ચઉરિન્દ્રિય અનાદિ અનંત છે, સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે.
[૧૬૧૫] ચઉરિન્દ્રિયની આયુસ્થિતિ ઉત્કટથી છ માસ છે અને જઘન્યથી અંતર્મુહૂર્ત્તની છે.
[૧૬૧૬] ચઉરિન્દ્રિયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળની, જઘન્યથી અંતર્મુહૂર્ત્તની છે. ચઉરિન્દ્રિયના શરીરને ન છોડીને નિરંતર ચઉરિન્દ્રિયના શરીરમાં ઉત્પન્ન થતાં રહેવું તે કાયસ્થિતિ છે.
[૧૬૧૭] ચઉરિન્દ્રિય શરીરને છોડીને ફરી ચઉરિન્દ્રિય શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ.
[૧૬૧૮] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી ચઉરિન્દ્રિયના હજારો ભેદો છે.

Linked texts (1)