Pramāṇa · Search · About · API

Uttarajjhayana 300

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 300

Language
Gujarati

300

વિવેચન–૯૭
ચારે તરફથી પ્રાપ્ત તે સમાપન્ન, ક્યાં? સંસારમાં, તેમાં પણ વિવિધ ગોત્રમાં અર્થાત્‌ અનેક નામોથી જન્મે છે. પ્રાણીઓ જેમાં તે જાતિઓ - ક્ષત્રિયાદિ, તેમાં અથવા જનન તે જાતિઓ, તે ક્ષત્રિયાદિ જન્મોમાં વિવિધ - હીન, મધ્યમ, ઉત્તમ ભેદથી અનેક ગોત્રોમાં. અહીં હેતુ કહે છે - કરાય તે કર્મ - જ્ઞાનાવરણીયાદિ, અનેક પ્રકારે નિર્વર્ત્ય, પૃથક્‌ ભેદથી. શું કહેવા માંગે છે? એક-એકથી - વિશ્વ એટલે જગત્‌ને પૂરે છે ક્વચિત્‌ કદાચિત્‌ ઉત્પત્તિથી સર્વ જગત્‌ વ્યાનથી વિશ્વભૃત.
કહ્યું છે કે - એવો કોઈ વાલાગ્ર કોટિમાત્ર પ્રદેશ લોકમાં નથી કે જેનો જન્મ-મરણ અબાધાથી જીવે સ્પર્શ ન કર્યો હોય - પ્રાપ્ત ન કર્યો હોય. એટલે કે માનુષ્યત્વ પામીને પણ સ્વકૃત વિચિત્ર કર્માનુભાવથી પૃથક્‌ જાતિનું ભાગિન્ય જ થાય છે. કોણ? જનસમૂહ રૂપ પ્રજા, આના વડે માનુષત્વને પ્રાપ્ત કર્યા પછી પણ કર્મના વશથી વિવિધ ગતિમાં ગમનને મનુષ્યત્વની દુર્લભતાનો હેતુ કહ્યો છે. અથવા સંસારમાં વિવિધ કર્મો કરીને પૃથક્‌ એટલે કે અનેક કુળકોટિ ઉપલક્ષિત જાતિમાં - દેવાદિમાં ઉત્પત્તિ રૂપે સંપ્રાપ્ત થયેલ જાણવું. - X - X -
પ્રકૃષ્ટતાથી જન્મે તે પ્રજા એટલે પ્રાણી, આના વડે પ્રાણીના વિવિધ દેવાદિભવ થવાને મૂળથી જ મનુષ્યત્વની દુર્લભતાનું કારણ કહેલ છે. આ જ અર્થને ભાવવાને માટે કહે છે –

Linked texts (2)