Pramāṇa · Search · About · API

Uttarajjhayana 302

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 302

Language
Gujarati

302

વિવેચન–૯૮
એક શુભકર્માનુભવ કાળમાં દીવ્યતા પામે છે તે દેવો, તેમનો લોક-ઉત્પત્તિસ્થાન, દેવગતિ આદિ પ્રકૃતિ ઉદય વિષયપણાથી જોવાય છે, એમ કરીને તે દેવલોકમાં, નર-મનુષ્યને યોગ્યતાથી આહ્વાન કરે છે, તે નરકો. તે રત્નપ્રભાદિ નારક ઉત્પત્તિ સ્થાનોમાં, અશુભ અનુભવ કાળમાં, તથા ક્યારેક તથાવિધ ભાવના ભાવિત અંતઃકરણ અવસરમાં અસુર સંબંધી કાય - અસુરનિકાયમાં ઉત્પન્ન થાય છે.
બાલતપ વગેરે વડે તેની પ્રાપ્તિ, એ દર્શાવવાને દેવલોકનું ઉપાદાન કરવા છતાં ફરી અસુરકાયનું ગ્રહણ કરે છે. અથવા દેવલોક શબ્દનો અર્થ સૌધર્માદિમાં રૂઢ હોવાથી, તેનું ઉપાદાન ઉપરના દેવો કહેવા માટે છે અને ‘અસુર’ એ નીચેના દેવના ઉપલક્ષણ માટે. આધાકર્મ - સ્વયં વિહિત એવા સરાગ સંયમ, મહારંભ, અસુરભાવના આદિ વડે દેવ, નારક અને અસુરગતિના હેતુ વડે ક્રિયા વિશેષથી યથાકર્મો વડે તે-તે ગતિ અનુરૂપ ચેષ્ટિત વડે જાય છે.

Linked texts (2)