Uttarajjhayana 318
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 318
- Language
- Gujarati
318
વિવેચન–૧૦૭
શુદ્ધિ - કષાયરૂપી કાલુષતાનો અપગમ થાય છે. ઋજુભૂત - ચાર અંગ પામીને મુક્તિ પ્રતિ પ્રગુણીભૂતને, આંત્યાદિ ધર્મની શુદ્ધિ પામીને અવિચલિતપણે રહે છે. અશુદ્ધને કદાચિત્ કષાયના ઉદયથી વિચલન પણ થાય. શુદ્ધિમાં સ્થિત નિર્વૃત્તિ - નિર્વાણ અર્થાત્ સ્વાસ્થ્યને પામે. પરમ - એક માસના પર્યાયવાળો શ્રમણ વ્યંતરની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. ઈત્યાદિ. તેવું સુખ રાજરાજને પણ ન મળે. તેને પામે. જેમ ઘી વડે સિંચિત અગ્નિ. - X - X - નિર્વાણ એટલે જીવન મુક્તિને પામે. - X - X - ઘીથી સીંચેલ અગ્નિ માફક તપરૂપ તેજથી જ્વલિતત્વથી ઘી વડે તર્પિત અગ્નિ સમાન. નાગાર્જુનીયો પણ કહે છે - ચાર પ્રકારની સંપદા, મનુષ્યત્વ આદિ વિષયો પામીને આ જ લોકમાં જ્ઞાનલક્ષ્મીથી શોભે છે. તપો-જનિત તેજથી યુક્ત એવો તે દીપે છે. ફળના દર્શન પણ હવે શિષ્યોપદેશ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati