Uttarajjhayana 405
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 405
- Language
- Gujarati
405
વિવેચન–૧૨૯
જેમાં જળ વિદ્યમાન છે તે અવર્ણવ. તે દ્રવ્યથી સમુદ્ર અને ભાવથી ‘સંસાર’ છે. તેમાં - મહાન્ ઓઘ - પ્રવાહ છે. તે દ્રવ્યથી જળ સંબંધી અને ભાવથી ભવપરંપરા રૂપ છે અથવા પ્રાણીને અત્યંત આકુલ કરવાના હેતુ રૂપ ચરકાદિમત સમૂહ છે. આવા મહૌઘમાં - મહત્તપણું તેના અગાધપણાથી અને અદૃષ્ટપારપણાથી માનેલ છે. તે શું છે? તે કહે છે – એક એટલે રાગ-દ્વેષ આદિ સહભાવ વિરહિત અર્થાત્ ગૌતમ આદિ તેનો પાર પામેલ છે. તે દુઃખે કરીને પાર પામવો શક્ય છે. અથવા અહીં દુરુત્તર એ ક્રિયા વિશેષણ છે. સમુદ્રની જેમ તેને પણ બીજા ગુરુકર્મો વડે સુખેથી તરી શકતા નથી. તેથી એક કહ્યું અથવા એક એ સંખ્યાવચન છે. અથવા એક જ, જિનમત સ્વીકારેલા પણ ચરક આદિ મત આકુલિત ચિત્તવાળા બીજા નહીં.
આ ગૌતમ આદિ તરણ પ્રવૃત્તમાં એક તે તથાવિધ તીર્થંકર નામકર્મના ઉદયથી અનુત્તર આપ્ત વિભૂતિ અદ્વિતીય અર્થાત્ તીર્થંકર, તે જ એકમાત્ર ભરતક્ષેત્રમાં સંભવે છે. મહાપ્રજ્ઞ - નિરાવરણપણાથી અપરિમાણ પ્રજ્ઞા - કેવલજ્ઞાન રૂપ જેની છે તે મહાપ્રજ્ઞ. તે શું છે? તે કહે છે – હવે કહેવાનાર હૃદયમાં વિપરિવર્તમાનતાથી પ્રત્યક્ષ પ્રક્રમથી તરણ ઉપાય, સ્પષ્ટ - અસંદિગ્ધ, પૂછાય તે પ્રશ્ન - પ્રષ્ટવ્ય અર્થરૂપ. તે ઉદાહૃત કર્યો છે. સૂત્રમાં કહેલ છે કે – મહાપ્રવાહ વાળો સમુદ્ર હોવાથી દુરુત્તર છે, તેના કિનારાને પ્રાપ્ત. એક - ઘાતિકર્મ યુક્તતાથી રહિત, ત્યાં - દેવ મનુષ્યાદિની પર્ષદામાં, એક અને અદ્વિતીય એવા તીર્થંકર જ. બાકી પૂર્વવત્. તેમણે જે કહ્યું, તે જણાવે છે
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati