Pramāṇa · Search · About · API

Uttarajjhayana 413

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 413

Language
Gujarati

413

વિવેચન–૧૩૫
જન - લોક, તેની સાથે રહીશ. અર્થાત્‌ ઘણાં લોકો ભોગના સંગી છે. તો હું પણ તે ગતિએ જઈશ. અથવા તેનું પાલન કરીશ. જેમ આ લોકો પત્ની આદિનું પાલન કરે છે, તેમ હું પણ કરીશ. અજ્ઞજનો આવી ધૃષ્ટતાનું અવલંબન કરે છે, અસત્ય વાચાળતાથી સ્વયં નષ્ટ થઈ, બીજાનો પણ નાશ કરે છે. પણ વિચારતો નથી કે - ઉન્માર્ગે ચાલતા અવિવેકી ઘણાં લોકોથી પણ શું? મારે વિવેકી કે પ્રમાણ કરવો? પ્રાણીઓ પોતાના કર્મોના ફળ જ ભોગવે છે. તે આવા કામભોગોમાં અનુરાગ કરીને આલોક કે પરલોકમાં વિવિધ બાધારૂપ ક્લેશને પામે છે. જે રીતે કામ ભોગાનુરાગથી ક્લેશને પામે છે, તે જણાવવા કહે છે –

Linked texts (2)