Pramāṇa · Search · About · API

Uttarajjhayana 423

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 423

Language
Gujarati

423

વિવેચન–૧૪૦
મેં એવું સાંભળેલ છે કે સીમંતક આદિ નરકમાં એવા સ્થાનો છે, જેમાં પ્રાણીના અતિ સંપીડિત અંગોને દુઃખે ખેંચીને બહાર કઢાય છે, અથવા રત્નપ્રભાદિ પૃથ્વી રૂપ નરકમાં સીમંતક, અપ્રતિષ્ઠાન, કુંભી, વૈતરણી આદિ સ્થાનો છે અથવા સાગરોપમ આદિ સ્થિતિ રૂપ સ્થાનો છે. ત્યાં પરિતાપ કરાય છે. કોને? અવિદ્યમાન અસદાચારીને, તે નરક નામની ગતિ છે, તેવું મેં સાંભળેલ છે. ત્યાં અજ્ઞાની, હિંસા-મૃષા ભાષક આદિ ક્રૂરકર્મીને. જ્યાં પ્રગાઢ - અતિ ઉત્કટતાથી અને નિરંતર પ્રકર્ષવાળી વેદના વેદાય છે. આ વેદના શીત, ઉષ્ણ, શાલ્મલી આશ્લેષણાદિ છે. તેને થાય છે કે મારા આચરણથી આ ગતિ મળે છે.

Linked texts (2)