Uttarajjhayana 429
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 429
- Language
- Gujarati
429
વિવેચન–૧૪૪
આતંકની ઉત્પત્તિમાં જે શોક કરતો કહ્યો, ત્યારપછી તે મરણાંતમાં રહેલો, રાત્રાદિ આકુલિત ચિત્તવાળો ભયભીત થાય છે. કોનાથી? ગતિગમનના માર્ગથી, આના વડે અકામત્વ કહ્યું. તે આ રીતે ડરતો મરણથી કઈ રીતે મૂકાય છે? કે નથી મૂકાતો? ઈચ્છારહિત મરણ તે અકામ મરણ, તેનાથી પ્રાણોને ત્યજે છે.
કોની જેવો થઈને? જુગારીની જેમ, એક જ દાવમાં હારી ગયેલા જુગારી જેમ શોક કરે છે. તેમ આ અજ્ઞાની બીજા કટુ વિપાકોથી મનુષ્યના ઘણાં સંક્લેશવાળા ભોગોથી દિવ્યસુખ હારી ગયો, એમ શોક કરતો મરે છે.
હવે આ અર્થનું નિગમન કરતાં કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati