Uttarajjhayana 433
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 433
- Language
- Gujarati
433
વિવેચન–૧૪૬
મરણ તો ઠીક, જીવિત પણ એવો અર્થ જાણવો. પુન્ય સહિત વર્તે છે, તે સુપુણ્ય, તેમનું. બીજા અપુન્યવાળાનું નહીં. શું સર્વ પ્રકારે? ના, જે પ્રકારે મેં કહેલ છે તે. તે તમારે અવધારવું. સારી રીતે પ્રસન્ન, મરણ સમયમાં પણ અકલુષ, કષાયરૂપી કલુષતા ચાલી જવાથી જેનું ચિત્ત છે, તે સપ્રસન્ન મન, મહામુનિઓને સ્વસંવેદનથી જે ખ્યાત છે, અહીં સુષ્ઠુ પ્રસન્ન વડે એટલે પાપ પંકના અપગમ દ્વારા અત્યંત નિર્મલ કરાયેલ, બીજા તીર્થંકરોએ પણ કહેલ છે, તેમ કહેવું.
તેમાં વિશેષથી કે વિવિધ ભાવનાદિ વડે પ્રસન્ન - મરણમાં પણ દૂર કરેલ મોહરૂપી ધૂળ વડે અનાકુળ ચિત્તથી વિપ્રસન્ન. તેના સંબંધી મરણ પણ ઉપચારથી વિપ્રસન્ન કહેવાય છે. જેમાં તથાવિધ યતના વડે પોતાને કે બીજાને વિધિવત્ સંલેખિત શરીરપણાથી આઘાત હોતો નથી. તે અનાઘાત તેવા સંયત - સમ્યગ્ પાપોપરતને - ચારિત્રીને. આ આત્મા કે ઈન્દ્રિયો જેને વશ છે તેવા વશ્યવાનને. અથવા સાધુગુણો વસે છે તે વસીમંત અથવા સંવિગ્ન, આ કારણે પંડિતમરણ જ કહ્યું.
આ મરણ સંયત, વશ્યવત, વિપ્રસન્ન અને અનાઘાતને જ સંભવે છે પણ અપુન્ય પ્રાણીને સંભવતું નથી. તેની પ્રાપ્તિ વિશિષ્ટ યોગ્યતા-વાળાને જ થાય છે. જો આમ છે, તે દર્શાવવા કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati