Pramāṇa · Search · About · API

Uttarajjhayana 443

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 443

Language
Gujarati

443

વિવેચન–૧૫૧
ગૃહસ્થ, સમ્યક્‌ત્વ શ્રુત અને દેશવિરતિ રૂપ સામાયિકને તથા તેના નિઃશંકતા, કાળે અધ્યયન, અણુવ્રતાદિ રૂપ અંગો. શ્રદ્ધા - જેને રૂચિ છે તેવો શ્રદ્ધાવાન, કાયા - મન - વચનથી સેવે છે. ધર્ને પોષે તે પૌષધ - આહાર પૌષધાદિ, તેને કૃષ્ણ અને શુક્લ બંને પક્ષમાં ચૌદશ, પૂનમ આદિ તિથિમાં એક રાત્રિ પણ ન છોડે, ઉપલક્ષણથી એક દિવસ પણ ન છોડે. દિવસે વ્યાકુળતાથી ન કરી શકે તો રાત્રિમાં પણ પૌષધ કરે. સામાયિકના અંગ રૂપે આ સિદ્ધ હોવા છતાં, તેના આદરને જણાવવા માટે આનું જૂદું ઉપાદાન કરેલ છે. આવા ગૃહસ્થો પણ સ્વર્ગમાં જાય છે.
૦ હવે પ્રસ્તુતનો ઉપસંહાર કરતાં કહે છે –

Linked texts (2)