Pramāṇa · Search · About · API

Uttarajjhayana 449

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 449

Language
Gujarati

449

વિવેચન–૧૫૪, ૧૫૫
ઉપરવર્તી અર્થાત્‌ અનુત્તર. કેમકે તે બધાંની ઉપર રહેલ છે. વિમોહ - અલ્પ વેદાદિ મોહનીયના ઉદયથી અથવા મોહ બે ભેદે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી અંધકાર અને ભાવથી મિથ્યા દર્શનાદિ. ત્યાં રત્નના ઉદ્યોતથી અને સમ્યગ્‌દર્શનના ત્યાં સંભવથી ચાલી ગયેલા મોહવાળા. દ્યુતિ - અતિશાયિની દીપ્તિ. પૂર્વવત્‌ ક્રમથી વિમોહાદિ વિશેષણ વિશિષ્ટ. સૌધર્માદિથી અનુત્તર વિમાનો પૂર્વ-પૂર્વ અપેક્ષાથી પ્રકર્ષવાળા હોવાથી વિમોહત્વાદિ કહ્યું. દેવો વડે વ્યાપ્ત, તેઓ ચોતરફી વસે છે. માટે આવાસ કહેવાય.
ત્યાંના દેવો પ્રશંસ લાયક, સાગરોપમવાળા આયુષ્યથી દીર્ઘાયુવાળા, રત્નાદિ સંપત્તિ યુક્ત, અતિદીપ્ત, ઈચ્છાનુસાર રૂપ કરનાર, વિવિધ વૈક્રિય શક્તિવાળા - X - પ્રથમ ઉત્પન્ન દેવતુલ્યા કેમકે અનુત્તરમાં જ વર્ણ, દ્યુતિ, આયુ વગેરે તુલ્ય હોય છે. હવે ઉપસંહાર કહે છે –

Linked texts (2)