Pramāṇa · Search · About · API

Uttarajjhayana 453

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 453

Language
Gujarati

453

વિવેચન–૧૫૭
અનંતર જણાવેલ ભાવભિક્ષુના ઉક્ત સ્વરૂપ સ્થાન પ્રાપ્તિને સાંભળીને, સજ્જનોની પૂજાને યોગ્ય તેવા સત્પૂજ્યો, સંયમવાન્‌ અને જિતેન્દ્રિય બની, મરણના અંતમાં, આવીચી મરણની અપેક્ષાથી કે અંત્ય મરણમાં ઉપસ્થિત થઈ, ચારિત્રી અને વિવિધ આગમ શ્રવણમાં મતિવાળા ઉદ્વેગ ન પામે. આ પ્રમાણે અવિદિત ધાર્મિક ગતિક અને અનુપાર્જિત ધર્મવાળા તે મરણથી ઉદ્વેગ પામે છે તેમ કહ્યું. પરંતુ ઉપાર્જિત ધર્મવાળા, ધર્મસ્વને પામીને ક્યાંય ઉદ્વેગ પામતા નથી. - X - X - આ રીતે સકામ અને અકામ મરણ કહીને હવે ઉપદેશ આપે છે –

Linked texts (2)