Pramāṇa · Search · About · API

Uttarajjhayana 484

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 484

Language
Gujarati

484

વિવેચન–૧૬૯
આ જગતમાં કે મુક્તિ માર્ગના વિચારમાં કેટલાંક કપિલાદિ મનવાળા એવું માને છે કે પ્રરૂપે છે કે પ્રાણાતિપાતાદિ વિરતિને ન કરીને જ - X - તત્ત્વને જાણીને આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક લક્ષણો વડે સ્વપરિભાષાથી શારીરિક-માનસિક દુઃખો છૂટા પડે છે. - X - X - અથવા આચરણને આચરિત, તે તે ક્રિયા કલાપ, અથવા સ્વ-સ્વ આચારરૂપ અનુષ્ઠાન જ, તેને જાણીને - સ્વ સંવેદનથી અનુભવીને બધાં દુઃખોથી મુક્ત થાય છે. એ પ્રમાણે બધે જ્ઞાન જ મુક્તિનું અંગ છે. પણ તે બરાબર નથી. રોગી માત્ર ઔષધના જ્ઞાનથી સાજો ન થાય, તેમ ભાવરોગી મહાવ્રતરૂપ પાંચ અંગમાં ઉપલક્ષિત ક્રિયાને કર્યા વિના મુક્ત ન થાય. તેઓ એ પ્રમાણે વિચાર્યા વિના ભવદુઃખથી આકુલિત થઈ વાચાળપણાથી જ આત્માને સ્વસ્થ કરે છે, તેથી કહે છે –

Linked texts (2)