Uttarajjhayana 496
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 496
- Language
- Gujarati
496
વિવેચન–૧૭૫
જ્ઞાનાવરણાદિ કર્મના હેતુ - ઉપાદાન કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ આદિને પૃથક્ કહીને - ત્યજીને, કાલ અનુષ્ઠાન પ્રસ્તાવની કાંક્ષા કરે અને વિચરણ કરે. કહે છે કે – ‘વિગિંચ કમ્મુણો હેઉ’ અહીં ‘પરિત્યાગ કરે’ તેને બીજા ઉપદેશપણાથી વ્યાખ્યા કરવી જોઈએ. સંયમનો નિર્વાહ થાય તેટલી જ માત્રા - જાણીને, કોની? ઓદન આદિ અન્નની, આયામ આદિ પાણીની. ખાદ્ય - સ્વાદ્યને ન લઈને. યત્ન કરે. કેમકે પ્રાયઃ તેનો પરિભોગ અસંભવ છે. કૃત- પોતાના માટે જ ગૃહસ્થો વડે બનાવાયેલ એવો આહાર, તેને પ્રાપ્ત કરીને ખાય, (તેનાથી આજીવિકા કરે.) કદાચિત ભોજન કરીને શેષને ધારણ કરતાં આસક્તિ સંભવે છે. તેથી કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati