Pramāṇa · Search · About · API

Uttarajjhayana 513

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 513

Language
Gujarati

513

વિવેચન–૧૮૧
જ્યાં સુધી - એ કાળની અવધારણા છે. મહેમાન ન આવે ત્યાં સુધી. પછીના કાળે પ્રાણને ધારણ કરતો નથી. કોણ? ઘેટો, સુખી થઈને રહે છે અથવા તત્ત્વથી તો દુઃખી જ છે. હવે મહેમાન આવતાં સુધી તેના પ્રાણ છે, પણ ઘેટાના મસ્તકના બે ટુકડા કરીને તેનો સ્વામી, મહેમાન સાથે બેસી ઘેટાને ખાઈ જાય છે. હવે કથાનકને આગળ કહે છે – પછી તે વાછડો, મહેમાન આવતા ઘેટાને હણાતો જોઈને તરસ્યો હોવા છતાં માતાના સ્તનની અભિલાષા કરતો નથી. માતા બોલી - કેમ પુત્ર! ભયભીત થયો છે? હવે દૂધ કેમ પીતો નથી? વાછરડો બોલ્યો - હે માતા! મને સ્તનપાનની ઈચ્છા કેમ થાય? મારી સામે તે બિચારો ઘેટો હમણાં કોઈ મહેમાન આવતા લબડતી જીભવાળો, ફાટી ગયેલી આંખવાળો, વિસ્વર રડતો, ત્રણ અને શરણ રહિત મારી નંખાયો. તે ભયથી મને દૂધ પીવું કેમ ગમે? માતા બોલી - હે પુત્ર! ત્યારે જ તને આ બધું કહેલું ને? આ તેણે વિપાકને પ્રાપ્ત કર્યો. આ દૃષ્ટાંત કહીને દાર્ષ્ટાન્તિક કહે છે –

Linked texts (2)