Pramāṇa · Search · About · API

Uttarajjhayana 523

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 523

Language
Gujarati

523

વિવેચન–૧૮૯
જેમ કાકિણીના કારણે પુરુષ હજાર કાર્ષાપણને હારી જાય. અહીં સંપ્રદાયથી એક ઉદાહરણ છે – એક દ્રમકે આજીવિકા કરતા હજાર કાર્ષાપણ અર્જિત કર્યા. તે ગ્રહણ કરીને દ્રમક સાર્થની સાથે સ્વગૃહે ચાલ્યો. તેણે ભોજન નિમિત્તે કાકિણી માટે રૂપિયો આપી દીધો. પછી રોજેરોજ કાકિણી ખાતો. છેલ્લે એક કાકિણી બચી. તે પણ ખોવાઈ ગઈ. બીજાએ ચોરી લીધી. ઈત્યાદિ - X - તે ઘેર જઈને શોક કરવા લાગ્યો.
તથા અપથ્ય - અહિત, આમ્રફળ ખાઈને રાજા રાજ્યને હારી ગયો. અપથ્યભોજીને એ પ્રમાણે રાજાનું હરણ સંભવે છે, તેનું દૃષ્ટાંત કોઈ રાજાને આમ્રના અજીર્ણથી વિસૂચિકા થઈ ગઈ. વૈદ્યએ ઘણાં યત્ન વડે તેની ચિકિત્સા કરી, પછી કહ્યું - ફરી આમ્ર ખાશો તો વિનાશ પામશો. તે રાજાને આમ્ર અતિ પ્રિય હતા. તેણે પોતાના દેશમાં બધે આમ્ર ઉગાડેલા. કોઈ દિવસે ઘોડા ખેલાવવા નીકળ્યો, અમાત્ય સાથે હતો. ઘોડો ઘણે દૂર જઈને થાકીને ઊભો રહ્યો. વનખંડમાં આમ્રની છાયામાં અમાત્યએ વારવા છતાં બેઠો, નીચે કેરીઓ પડી, તેણે કેરીને સાફ કરી. પછી સૂંઘી, પછી ખાવા માટે સ્પર્શવા ગયો, અમાત્યએ વારવા છતાં, ખાઈ મરી ગયો. હવે દાર્ષ્ટાન્તિકની યોજના કહે છે

Linked texts (2)