Pramāṇa · Search · About · API

Uttarajjhayana 539

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 539

Language
Gujarati

539

વિવેચન–૧૯૮
વિમાત્રા - વિવિધ પરિણામ કે વિચિત્ર પરિણામને આશ્રીને વિસદૃશી શિક્ષા વડે - પ્રકૃતિ ભદ્રકત્વાદિ અભ્યાસ રૂપથી - X - જે પુરુષો, ગૃહસ્થો વ્રતને ધારણ કરેલા છે, તેઓ પ્રકૃતિ ભદ્રકત્વાદિ અભ્યાસના અનુભાવથી એ પ્રમાણે વિષાદ કે વિપત્તિ પામતા નથી. - X - સદાચાર આદિ જ સજ્જનોના વ્રતો છે, - X - X - આગમ વિહિત વ્રતોની ધારણા આમને સંભવતા નથી, કેમકે તે દેવગતિ હેતુપણાના અભિધાનથી છે. એવા તે માનુષ સંબંધી યોનિને પામે છે. ઉક્તરૂપ કર્મોથી - મનોવાક્‌ ક્રિયા લક્ષણથી અવિસંવાદી તે કર્મસત્ય જ છે. કેમકે અસત્યતા તો તિર્યંચ યોનિના હેતુપણે કહેલ છે.
પાઠાંતરથી કર્મસુ - મનુષ્યગતિ યોગ્ય ક્રિયા રૂપમાં આસક્ત તે કર્મસક્ત જીવો, અહીં મનુષ્યગ્રહણ છતાં પ્રાણીગ્રહણ એવો શબ્દ મૂક્યો તે તેમને દેવાદિ પરિગ્રહ નથી તેમ જણાવવાને છે. અથવા વિમાત્રાદિ શિક્ષા વડે મનુષ્યો સુવ્રત ગ્રહીને તેમના નિત્ય સંબંધથી માનુષી યોનિને પામે છે. શા માટે? જીવો કર્મ સત્ય છે. સત્ય એટલે અવંધ્યફળ, કર્મ - જ્ઞાનાવરણાદિ, જેમને છે તે સત્યકર્મ પ્રાણીઓ, નિરુપક્રમ કર્મોની અપેક્ષાથી આ કહેલ છે.
હવે લબ્ધલાભનો ઉપનય કહે છે –

Linked texts (2)