Pramāṇa · Search · About · API

Uttarajjhayana 54

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 54

Language
Gujarati

54

વિવેચન–૨
આઙ્‌ - સ્વસ્વભાવ સ્થાનરૂપ મર્યાદા કે અભિવ્યાપ્તિ વડે, જ્ઞા - જેના વડે અર્થોને જાણે છે તે. આજ્ઞા - ભગવંતે કહેલા આગમરૂપ છે. તેનો નિર્દેશ - ઉત્સર્ગ અને અપવાદો વડે પ્રતિપાદન, તે આજ્ઞા નિર્દેશ. તેને અનુકૂળ અનુષ્ઠાનો વડે તેને કરવાના સ્વભાવવાળા તે આજ્ઞાનિર્દેશકર. અથવા આજ્ઞા - એટલે - હે સૌમ્ય! આમ કર, આમ ન કરીશ.
આવા જે ગુરુવચન, તેનો નિર્દેશ - આ હું આમ જ કરું છું તેવા નિશ્ચયનું કથન, તે કરવું. અથવા આજ્ઞાનિર્દેશથી ભવરૂપ સમુદ્રને તરે છે તે આજ્ઞાનિર્દેશતર. ઈત્યાદિ અનંતગમ પર્યાયત્વથી ભગવદ્‌ વચનના વ્યાખ્યાન ભેદો સંભવતા હોવા છતાં મંદમતિના વ્યામોહ હેતુપણે બાળ, સ્ત્રી આદિને બોધ પમાડવા આ પ્રયાસ છે. તે બધાં સૂત્રોમાં પ્રદર્શિત કરીશું નહીં.
ગુરુણાં - ગૌરવને યોગ્ય એવા આચાર્યાદિની પાસે, પતન - સ્થાન, ઉપપાત - દેખાતા વચન-વિષયકના દેશમાં રહેવું તેના અનુષ્ઠાતા, પણ ગુરુના આદેશાદિથી ડરીને રહેનાર નહીં. તથા ઈંગિત - નિપુણમતિગમ્ય પ્રવૃત્તિ કે નિવૃત્તિ સૂચક કંઈક ભ્રમર કે મસ્તક કંપાદિ આકાર - સ્થૂળ બુદ્ધિથી જાણીને પ્રસ્થાન આદિ ભાવ જણાવતા દિશા-અવલોક આદિ - X - આ ઈંગિત અને આકાર જે ગુરુના હોય, તેના વડે સમ્યક્‌પણે પ્રકર્ષથી જાણે છે તે. અથવા ઈંગિતાકારો વડે ગુરુમાં રહેલા ભાવનું પરિજ્ઞાન, તેના વડે યુક્ત. એવો તે વિનીત - વિનયવાળો છે. તેમ તીર્થંકર, ગણધર આદિ વડે કહેવાય છે. આના વડે પોતાની બુદ્ધિથી ‘અપોહ’ કહ્યો.
આ વિનય કહ્યો, તે વિપરીતપણે જાણીને તેને છોડવાથી સુખપૂર્વક જાણવાનું શક્ય છે. તેથી સવિનય ધર્મી દ્વારથી કહે છે –

Linked texts (2)