Pramāṇa · Search · About · API

Uttarajjhayana 545

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 545

Language
Gujarati

545

વિવેચન–૨૦૧
જેમ કુશ - દર્ભ વિશેષનો અગ્રભાગ, તે કુશાગ્ર, તેમાં રહેલ જળ. - X - સમુદ્રજળ સાથે તુલના કરતા. તેની તુલનાએ મનુષ્ય સંબંધી વિષયો, મનુષ્ય વિશેષણ - તેમને જ આ ઉપદેશ યોગ્ય છે અને વિશિષ્ટ ભોગ સંભવે છે, માટે કહ્યું. તે દિવ્ય ભોગોની પાસે, ઘણાં દૂર હોવાથી સમ્યગ્‌ અવધારી શકાતા નથી. અર્થાત્‌ જેમ કુશાગ્રે રહેલ જળબિંદુને જોઈને અજ્ઞાની તેને સમુદ્ર માને છે, તેમ મૂઢો ચક્રવર્તી આદિ માનુષી દિવ્ય ભોગોને માને છે. તત્ત્વતઃ કુશાગ્ર જળબિંદુવત્‌ મનુષ્યના ભોગોનું દિવ્ય ભોગોથી ઘણું મોટું અંતર છે.
ઉક્ત અર્થનો જ નિગમન કરતાં ઉપદેશ કહે છે –

Linked texts (2)