Pramāṇa · Search · About · API

Uttarajjhayana 547

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 547

Language
Gujarati

547

વિવેચન–૨૦૨
કુશાગ્ર શબ્દથી કુશાગ્ર સ્થિત જળબિંદુ જાણવા. તેનું પરિણામ, આ પ્રત્યક્ષ મનુષ્ય વિષયો છે તે અત્યંત સંક્ષિપ્ત છે. જો એકીભાવથી જીવિત નિરુદ્ધ કરાય. આના વડે મનુષ્યાયુની અલ્પતા કે સોપક્રમતા અથવા કામની અલ્પતા કહી. ઉપલક્ષણથી સમૃદ્ધિ આદિની અલ્પતા જાણવી. કેમકે દિવ્યકામ સમુદ્ર તુલ્ય છે. - X - અલબ્ધનો લાભ અને લબ્ધનું પરિપાલન તે યોગક્ષેમ છે અર્થાત્‌ અપ્રાપ્ત વિશિષ્ટ ધર્મની પ્રાપ્તિ અને પ્રાપ્ત ધર્મની પરિપાલના લોકો જાણતા નથી. તે અજ્ઞાનમાં જ મનુષ્ય વિષયાસક્તિ જ હેતુ છે. કેમકે તે જ ધર્મપ્રાપ્ય દિવ્ય ભોગોની અપેક્ષાથી પ્રાયઃ (તુચ્છ) જ છે. તેથી તેનો ત્યાગ કરીને વિષયાભિલાષી પણ ધર્મને માટે જ પ્રયત્ન કરવો જોઈએ.
અથવા આ કામો અતિ અલ્પ છે, પલ્યોપમાદિ દીર્ઘ આયુવાળા નહીં પણ સંક્ષિપ્ત આયુવાળા છે. તે કયા હેતુથી તેને આગળ કરીને અસંયમને ન સેવે. (બાકી સૂત્રાર્થવત્‌ જાણવું.) આ પાંચ દૃષ્ટાંતો કહ્યા. તેમાં પહેલાં ઘેટાના દૃષ્ટાંતથી ભોગોનું મહેમાનો માટે અપાય બહુલત્વ કહ્યું. - X - કાકિણી અને આમ્રફળ દૃષ્ટાંત તુચ્છત્વ પરિહરવાના અસામર્થ્ય વિષયમાં છે. વણિક્‌નું ઉદાહરણ આય-વ્યય તુલનાકુશલ સંદર્ભમાં છે. સમુદ્ર દૃષ્ટાંતથી દિવ્ય કામોની મહાનતા બતાવી છે. યોગક્ષેમને ન જાણતો કામથી અનિવૃત્ત જ થાય છે, તેના દોષને કહે છે –

Linked texts (2)