Pramāṇa · Search · About · API

Uttarajjhayana 549

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 549

Language
Gujarati

549

વિવેચન–૨૦૩
મનુષ્યત્વમાં કે જિનશાસનમાં પ્રાપ્ત કામોથી અનિવૃત્ત, તેના આત્માનો અર્થ-સ્વર્ગાદિ નાશ પામે છે. અથવા આત્મા જ અર્થ તે આત્માર્થ નાશ પામે છે, બીજા કોઈનો આત્માર્થ અપરાધ થતો નથી. બંનેમાં દુર્ગતિમાં જાય છે, તે ભાવ છે. (શંકા) વિષયવાંછા વિરોધી જિનાગમમાં કઈ રીતે કામની અનિવૃત્તિ સંભવે છે? નૈયાયિક માર્ગ - સમ્યગ્‌ દર્શનાદિ મુક્તિપથને સાંભળીને પણ ફરી પરિભ્રષ્ટ થાય. અભિપ્રાય શું છે? જિન આગમના શ્રવણથી કામ નિવૃત્તિ પામીને પણ ભારે કર્મોથી પતન પામે, જેઓ સાંભળવા છતાં ન સ્વીકારે અથવા જેણે શ્રવણ પણ નથી કર્યું તે બધાં કામભોગોથી અનિવૃત્ત છે. અથવા તે કામથી અનિવૃત્ત થઈને નૈયાયિક માર્ગને સાંભળ્યા પછી પણ મિથ્યાત્વને પામે છે, તેનો આ આત્માર્થ ભારેકર્મીપણાથી નાશ પામે છે. - X - X - X -
હવે જે કામથી નિવૃત્ત થાય છે, તેના ગુણો કહે છે –

Linked texts (2)