Uttarajjhayana 566
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 566
- Language
- Gujarati
566
વિવેચન–૨૧૨
બધાં જ બાહ્ય - ઘનાદિ અને અભ્યંતર - મિથ્યાત્વ આદિ જે ગ્રંથી, તથા કલહનો હેતુ હોવાથી - ક્રોધ, ચ શબ્દથી માનાદિ, અહીં ક્રોધ અભ્યંતર ગ્રંથીરૂપ હોવા છતાં તેનું પૃથક્ ઉપાદાન તેના બહુદોષનો જણાવવા માટે છે. એ બધાંનો ત્યાગ કરે. તથાવિધ - કર્મબંધ હેતુનો, પણ ધર્મ ઉપકરણનો નહીં. ભિક્ષુ - તે જ આવા પ્રકારના ધર્મને યોગ્ય હોવાથી અહીં લીધા છે. અથવા તેઓ જ એ પ્રમાણે યુક્ત થાય છે. તેથી શું થાય?
બધાં જ મનોજ્ઞ શબ્દાદીના પ્રકારો કે સમૂહોના કટુ વિપાકોને જોતો - તે વિષયક દોષોને જોતો. કર્મોથી લેપાતો નથી. કેમકે કામદોષજ્ઞને પ્રાયઃ તેવી પ્રવૃત્તિનો અભાવ રહે છે. તથા દુર્ગતિથી આત્માનું રક્ષણ કરે છે. આ પ્રમાણે ગ્રંથ ત્યાગીના ગુણોને જાણીને વિપક્ષે દોષો કહે છે -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati