Uttarajjhayana 574
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 574
- Language
- Gujarati
574
વિવેચન–૨૧૬
પ્રાણવધ, ઉપલક્ષણથી મૃષાવાદાદિને અનુમોદતા, કરવા-કરાવવાની વાત તો દૂર રહી. અનુમોદના પણ ન તજે, તો મોક્ષની સંભાવના પણ નથી, એમ કહે છે. તેઓ કોનાથી મુક્ત ન થાય? દુઃખે છે તે દુઃખ - કર્મો, બધાં પણ તે દુઃખો તે સર્વદુઃખો, તેના વડે અથવા નરકાદિ ગતિ ભાવિ શારીરિક માનસિક ક્લેશોથી. તેથી શ્રમણો પ્રાણાતિપાતથી નિવૃત્ત જ દુસ્તરને તરે છે, બીજા નહીં. તેમ કહેલ છે. શું આ તમે કહો છો? ના, ઉક્ત પ્રકારે આર્યોએ - બધાં હેય ધર્મોથી દૂર એવા તીર્થંકરાદિ વડે કે આચાર્યો વડે કહેવાયેલ છે. જેમણે - આ હિંસા નિવૃત્તિ આદિ સાધુધર્મ પ્રરૂપેલ છે. આ પ્રમાણે આત્મામાં વર્તમાનને તેની પ્રજ્ઞાપના કરીને ચોરોને પ્રત્યક્ષ સાધુધર્મ નિર્દેશેલ છે. જો એમ છે, તો શું કરવું જોઈએ?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati