Pramāṇa · Search · About · API

Uttarajjhayana 576

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 576

Language
Gujarati

576

વિવેચન–૨૧૭
પ્રાણ - પાંચ ઈન્દ્રિયો આદિનો જે નાશ ન કરે. ચ શબ્દથી કારણે પણ અનુમતિનો નિષેધ છે. ઉપલક્ષણથી મૃષાવાદાદિથી પણ નિવૃત્ત થાય. તે પ્રાણોનો અતિપાત કેમ ન કરે? પ્રાણોનો અતિપાત ન કરતા તે સમિતિવાળો થાય છે, કેવો થઈને? પ્રાણીનો રક્ષક બનીને. સમિતત્વમાં શો ગુણ છે? તે સમિતથી જ્ઞાનાવરણાદિ અશુભ કર્મો નીકળી જાય છે. કઈ રીતે? અતિ ઉન્નત્ત પ્રદેશથી નીચે જતાં જળની જેમ. આના વડે પૂર્વબદ્ધ કર્મનો અભાવ કહ્યો. - X - પાપ ગ્રહણનો અવશ્યપણે અભાવ કહેલ છે. પુન્યના સંહનન આદિ દોષથી મુક્તિ ન મળે, પણ દેવાદિમાં ઉત્પત્તિ સંભવે છે. પુન્યને પણ સોનાની બેડી સમજીને છોડી દેવું. પ્રાણાતિપાતને સ્પષ્ટ કરે છે –

Linked texts (2)