Uttarajjhayana 58
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 58
- Language
- Gujarati
58
વિવેચન–૪
શુની - કૂતરી, સ્ત્રી નિર્દેશ અત્યંત કુત્સા બતાવવા માટે છે. પૂતિ - પાકી જવાથી. સડેલપણાથી કુત્સિત ગંધવાળા, કૃમિ વડે વ્યાપ્ય, તેવા પ્રકારના બે કાનો - શ્રુતિ, જેમાંથી લોહી અથવા રસી નીકળે છે, તેવા કાનવાળી તે પૂતિકર્ણા. ઉપલક્ષણથી બધાં અવયવો કુત્સિત હોય તેવી. આવી જે કૂતરી જે રીતે બહાર કાઢી મૂકાય છે. ક્યાંથી? નગર, ઘરનું આંગણું આદિ બધેથી અથવા બધે ‘હટ્ટ-હટ્ટ’ જેવા વિરૂક્ષ વચનોથી, સોટી - લાકડી - ઢેફાદિના ઘાતથી કાઢી મૂકાય છે. હવે તેનો ઉપનય કહે છે – એ જ પ્રકારે રાગદ્વેષ આદિ દોષ વિકૃત સ્વભાવ કે આચારો જેના છે તેવા દુઃશીલ, પ્રત્યનીક અને મુખ વડે શત્રુને - આલોક પરલોક અપકારિતાને બોલાવે છે, અથવા કંઈ કામ વિના ફોગટ જ જેને અરિ છે તેવા મુખારિ કે મુધારિ - ઘણું બધું અસંબધ બોલતો હોય તેવો. તેને બધેથી કાઢી મૂકાય છે. અર્થાત્ કુલ, ગણ, સંઘ અને સમવાયથી બહાર કરાય છે.
[શંકા] દુશીલતાના નિમિત્તે જ આ અવિનીતનો દોષ છે. પ્રત્યનીકતા અને મુખરત્વ એ બંને પણ તેનાથી પ્રભવેલ હોવાથી તેમાં જ અનર્થ હેતુ છે, તો અહીં કેમ પ્રવર્તે છે?
[ઉત્તર] પાપથી ઉપહત મતિત્વ વડે ત્યાં જ આની અભિરતિ છે, એમ કહીને તેને જ દૃષ્ટાંતપૂર્વક કહે છે
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati