Pramāṇa · Search · About · API

Uttarajjhayana 582

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 582

Language
Gujarati

582

વિવેચન–૨૨૦
પ્રાંત - નીરસ અન્નપાન, ચ શબ્દથી અંત પણ લેવું. તેથી અંતપ્રાંત આહાર કરે, અસાર આહાર ન પરઠવે. અથવા ગચ્છથી નીકળેલાની અપેક્ષાથી પ્રાંતને જ સેવે. કેમકે તેમને તેવું જ ગ્રહણ કરવાની અનુજ્ઞા છે. તે કેવું છે? શીતળ આહાર, શીત પણ શાલિ આદિનો પિંડ રસ સહિત જ હોય છે, તેથી કહે છે - પુરાણા - ઘણાં વર્ષોના કુલ્માષા - અડદ. આ જ પુરાણા અત્યંત પૂતિ અને નીરસ હોય છે, તેથી તેનું ગ્રહણ કર્યું. ઉપલક્ષણથી જૂના મગ આદિ લેવા. અથવા લુક્કસ - મગ, અડદ આદિ નખિકા નિષ્પન્ન અન્ન અતિ રસ વગરનું હોય અથવા અસાર એવા વાલ અને ચણાદિ લે. શા માટે? શરીરના નિર્વાહને માટે ખાય-ભોગવે. યાપનાર્થે શબ્દથી એ પ્રમાણે સૂચિત છે કે - જો શરીરનો નિર્વાહ હોય તો જ તેને ખાય. જો અતિ આયુ આદિ થયેલા હોય તો ત્યારે યાપના જ ન હોય, તેથી ન ખાય. આ ગચ્છમાં રહેલની અપેક્ષાએ છે. ગચ્છમાંથી નીકળેલા તો યાપનાર્થે આ જ વસ્તુનો ઉપભોગ કરે - બોરનું ચૂર્ણ ખાય. આનું પ્રાંતત્વ અતિરૂક્ષપણાથી છે. ઉપલક્ષણથી અસાર વસ્તુનું ગ્રહણ જાણવું. અહીં ફરી ક્રિયાના અભિધાનથી - એક જ વખત આવું ખાય તેમ નહીં પણ અનેક વખત આવો આહાર કરે, તેમ જાણવું.
‘શુદ્ધૈષણાથી આત્માને સ્થાપે’ તેનાથી વિપરીતમાં બાધકને કહે છે –

Linked texts (2)