Uttarajjhayana 607
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 607
- Language
- Gujarati
607
વિવેચન–૨૩૧
તે અનંતર ઉદ્દિષ્ટ દેવલોકના ભોગ સમાન ભોગો, પ્રધાન એવા અંતઃપુરમાં રહીને. કેમકે વરાંતપુર જ રાગનો હેતુ થાય. તેમાં રહેલને તેના ભોગનો પરિત્યાગ કહીને જીવના વીર્યોલ્લાસનો અતિરેક કહ્યો. તેમાં પણ કદાચિત્ ‘વર’ શબ્દાદિ હોય - ન હોય તો પણ સુબંધુ માફક કોઈક નિમિત્તને કારણે ભોગો ન ભોગવે, તેથી કહ્યું - પ્રધાન મનોજ્ઞ શબ્દાદિ ભોગવીને નમિ નામના રાજાએ તત્ત્વને જાણીને આ ભોગોનો ત્યાગ કર્યો. અહીં ફરી ‘ભોગ’નું ગ્રહણ અતિ વિસ્મરણશીલને પણ અનુગ્રાહ્ય જ છે, તે જણાવવાને માટે કહેલ છે. શું માત્ર ભોગોને ત્યજીને દીક્ષા લેવા નીકળ્યા કે પછી બીજું પણ કંઈ હતું?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati