Pramāṇa · Search · About · API

Uttarajjhayana 609

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 609

Language
Gujarati

609

વિવેચન–૨૩૨
મિથિલા નગરી, અન્ય નગરો અને જનપદ સહિત હતી. તેથી માત્ર પોતાની નગરી નહીં, હાથી-ઘોડાદિ સૈન્ય, અંતઃપુર, પરિજન વર્ગ, તે બધું જ. તથાવિધ કોઈ જ પ્રતિબંધ નહીં, આ બધાંને છોડી દીક્ષા લીધી. એક- અદ્વિતીય, જેમાં કર્મોનો અંત છે, તેથી એકાંત એટલે મોક્ષ, તેમાં આશ્રિતવાનની જેમ અધિષ્ઠિત થયા. અથવા એકાંત એટલે દ્રવ્યથી-વિજન ઉદ્યમાદિ, ભાવથી - ‘કોઈ મારું નથી અને હું કોઈનો નથી.’ ભાવનાથી હું એકલો જ છું, તેવો નિશ્ચય તે એકાંત, તેને અધિષ્ઠિત. ભગવાન્‌-ધૈર્યવાન,શ્રુતવાન. તેણે શું છોડીને દીક્ષા લીધા તે કહીશું

Linked texts (2)