Uttarajjhayana 611
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 611
- Language
- Gujarati
611
વિવેચન–૨૩૩
કોલાહલ - વિલાપ અને આક્રંદન કરનારનો કલકલ, તે થયો - જેમાં તે કોલાહલક ભૂત, અથવા ભૂત શબ્દ ઉપમાર્થે છે તેથી કોલાહલ - રૂપતાને પામ્યા, કેમકે - હા પિતા! માતા! ઈત્યાદિ કલકલથી આકુલિત થઈને, મિથિલામાં થયો. સર્વે ગૃહ, આરામ આદિમાં થયો. ક્યારે? દીક્ષા લેતા હતા તે કાળે. રાજર્ષિ - રાજા, તે રાજ્યાવસ્થાને આશ્રીને, ઋષિ - તે કાળની અપેક્ષાએ છે અથવા રાજ્યાવસ્થામાં પણ ઋષિ - ક્રોધાદિ છ વર્ગના જયથી ઋષિ જેવા. - X - X - નમિ નામના રાજા ઘેરથી અથવા કષાય આદિથી નીકળ્યા ત્યારે શું થયું તે કહે છે
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati