Pramāṇa · Search · About · API

Uttarajjhayana 613

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 613

Language
Gujarati

613

વિવેચન–૨૩૪
અભ્યુદ્યત રાજર્ષિ, પ્રવ્રજ્યા સ્થાને જ રહે છે - સમ્યગ્‌ દર્શનાદિ ગુણો તેમાં છે. તે પ્રવ્રજ્યા સ્થાન. તેથી ઉત્તમ એવા પ્રવ્રજ્યા સ્થાનના વિષયમાં ઉદ્યમવંત નમિને બ્રાહ્મણ વેશથી આવેલા ઈન્દ્ર - ત્યારે જ તે મહાત્માનું પ્રવ્રજ્યાને ગ્રહણ કરવાનું મન જાણી તેના આશયની પરીક્ષા કરવાની ઈચ્છાથી સ્વયં ઈન્દ્ર આવ્યો. ત્યારે તે આ કહેવાનાર વચનો - વાક્યો બોલ્યા. શું બોલ્યા? તે કહે છે –

Linked texts (2)