Pramāṇa · Search · About · API

Uttarajjhayana 615

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 615

Language
Gujarati

615

વિવેચન–૨૩૫
કિમ્‌ - પરિપ્રશ્ન અર્થમાં છે, નુ - વિતર્કમાં, ભો - આમંત્રણમાં. આજના દિવસે નગરી ઘણાં કલકલરૂપ વ્યાકુળ - કોલાહલ સંકુલ ધ્વનિ સંભળાઈ રહ્યો છે. તે કદાચ બંદીવૃંદોનો ઉદીરિત પણ હોય, તેના નિરાકરણ માટે કહે છે - લોકોના મનને વિદારે છે તે દારુણ વિલાપ અને આક્રંદન આદિ, તેઓ ક્યાં રહેલા છે? સાતભૂમિ આદિ પ્રાસાદોમાં સામાન્ય ઘરોમાં અથવા પ્રાસાદ - દેવ અને નરેન્દ્રોનો, ગૃહ - તે સિવાયના લોકોનું રહેઠાણ. ચ શબ્દથી ત્રિક, ચતુષ્ક, ચત્વરાદિમાં પણ જાણવો.

Linked texts (2)