Uttarajjhayana 621
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 621
- Language
- Gujarati
621
વિવેચન–૨૩૮
વાયુ વડે અહીં-તહીં ફેંકાતા, ત્યાં વાયુ શક્રએ જ કરેલો એવો સંપ્રદાય છે, ચિતિ - ઈષ્ટકાદિનો સંગ્રહ, તે જ ચૈત્ય, તેમાં અધોબદ્ધ પીઠિકાની ઉપર મનના અભિરતિ હેતુથી ઊંચી કરાયેલ પતાકાઓ હતી. દુઃખિત - જેમને દુઃખ થયેલું છે તે, અશરણ - ત્રાણ રહિત, તેથી જ પીડિત, આ પ્રત્યક્ષ આક્રંદ શબ્દ કરે છે. ખગ - પક્ષીઓ.
અહીં આ મિથિલામાં આ દારુણ શબ્દો કેમ સંભળાય છે? એ પ્રમાણે સ્વજનોનું આક્રંદન કહ્યું, તે પક્ષીનું ક્રંદન પ્રાયઃ સમજવું અને આત્માને વૃક્ષ સમાન જાણવો. તત્ત્વથી નિયતકાળ જ સાથે રહીને અને ઉત્તરકાળે સ્વ-સ્વગતિ ગામીપણાથી વૃક્ષને આશરે રહેલા પક્ષીની ઉપમા દ્વારા સ્વજનોને બતાવ્યા. - X - X - X -
આ જ સ્વજનો વાયુ વડે પડી ગયેલા વૃક્ષથી છૂટા પડી ગયેલા પક્ષીની માફક પોત-પોતાના પ્રયોજનની હાનિ થયાની આશંકા કરતાં ક્રંદન કરે છે. પોતાનું પ્રયોજન સીદાવાથી સ્વજન અને પરિજન હાહાકાર કરતાં રડે છે. ઈત્યાદિ - X - X - જાણવું.
એ પ્રમાણે આક્રંદાદિ દારુણ શબ્દોનું કારણ નમિ રાજર્ષિનું અભિનિષ્ક્રમણ છે, તે હેતુ અસિદ્ધ છે. તેઓ તેમના પ્રયોજન અને હેતુપણાથી આક્રંદન કરી રહ્યા છે. એ પ્રમાણે તમે કહેલા હેતુ અને કારણ અસિદ્ધ જ છે, એમ કહેવા માંગે છે. - પછી -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati