Pramāṇa · Search · About · API

Uttarajjhayana 64

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 64

Language
Gujarati

64

વિવેચન–૭
જે કારણે વિનય દોષના દર્શનથી આત્મા સ્થાપવો જોઈએ, તે કારણે વિનય કરવો જોઈએ. એ પ્રમાણે આત્માને વિનયમાં સ્થાપવો જોઈએ. આ વિનયનું ફળ શું છે? જે કારણે અહીં આત્માનું અવસ્થાપન ઉદ્દેશેલ છે, તે આશંકાને માટે કહે છે – વિનયથી ઉક્તરૂપ શીલની પ્રાપ્તિ થાય છે. આના વડે વિનયનું શીલપ્રાપ્તિ ફળ કહ્યું. તેનું પણ ફળ કહે છે – તત્ત્વને પામેલા તીર્થંકરાદિ વડે કહેવાયેલ અને તેના નિજક - જ્ઞાનાદિ, તેને જ બુદ્ધો વડે આત્મીયત્વથી તત્વપણે કહેલ હોવાથી તે બુદ્ધોક્ત નિજક છે, તેને પામવાની ઈચ્છાવાળા પુત્ર સમાન શિષ્યો તે બુદ્ધપુત્ર અને જેમાં નિરંતર પૂજા છે તે આ નિયોગ - મોક્ષ. તેના અર્થીને ગચ્છ કે ગણાદિથી બહાર કરાતા નથી. પણ બધાં ગુણના આધારરૂપ વિનિત-પણાથી બધે જ મુખ્ય કરાય છે.
આ વિનય કઈ રીતે પામવો તે કહે છે –

Linked texts (2)