Pramāṇa · Search · About · API

Uttarajjhayana 70

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 70

Language
Gujarati

70

વિવેચન–૧૦
ચંડ - ક્રોધ, તેનાથી અનૃત ભાષણ તે ચાંડાલિક અથવા ચંડપણાથી યુક્ત તે ચાંડાલ. તે અતિ ક્રૂરત્વથી ચાંડાલ જાતિમાં થનાર હોવાથી ચાંડાલિક કર્મ જાણવું. - X - અલીક - અન્યથાત્વ વિધાન આદિથી અસત્ય. આગમ - ગુરુ વચન, - X - બહુ - અપરિમિત માલ-જાલ રૂપ, સ્ત્રી આદિ કથા વડે અભિવ્યાપ્તપણાથી ન બોલે. કેમકે વધારે બોલવાથી ધ્યાન, અધ્યયન, ક્ષિતિ, વાતક્ષોભ આદિ સંભવે છે. તો શું કરે? તે કહે છે – પહેલી પોરિસી આદિ અધ્યયન અવસર રૂપ કાળ, તેમાં અધ્યયન કરે ત્યારપછી ધ્યાન - ચિંતન કરે. કઈ રીતે? ભાવથી રાગ-દ્વેષાદિ સાહિત્ય રહિત અને દ્રવ્યથી વિવિક્ત શય્યાદિમાં રહે. અહીં ચાંડાલિક કરણાદિના અનુત્થાનમાં અધીત અર્થનું સ્થિરીકરણ કરેલ થાય છે. અહીં ત્રણ પાદ વડે સાક્ષાત્‌ વાગ્‌ ગુપ્તિ કહેલી છે અને ‘ધ્યાન કરે’ વડે મનોગુપ્તિ કહી છે. આદ્ય પાદોત્તર બંને વ્યાખ્યાન વડે કાયગુપ્તિ કહેલ છે. આ ચારિત્ર અંતર્ગત જ છે. - X - X -
આ રીતે અકૃત્યનો નિષેધ અને કૃત્યવિધિનો ઉપદેશ કર્યો છે. કદાચિત્‌ આના કરતા વિપરીત થાય તો શું કરવું જોઈએ?

Linked texts (2)