Pramāṇa · Search · About · API

Uttarajjhayana 714

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 714

Language
Gujarati

714

વિવેચન–૩૨૫
કલેવર - શરીર, જેમાં શરીર વિદ્યમાન નથી તે અકડેવર સિદ્ધ, તેની શ્રેણીવત્‌ શ્રેણી, જેનાથી ઉત્તરોત્તર શુભ પરિણામ પ્રાપ્તિરૂપ પણાથી, તેઓ સિદ્ધિપદને આરોહે છે, તે ક્ષપક શ્રેણીને આરૂઢ થા. અથવા કડેવર - તે એકેન્દ્રિય શરીરો, તન્મયપણાથી તેમની શ્રેણી - તે કડેવર શ્રેણી - વંશ આદિથી વિરચિત પ્રાસાદાદિના આરોહણ હેતુ. તે નહીં પણ જે એ કડેવર શ્રેણી અનંતરોક્ત રૂપ છે. તેને આરોહીને અથવા ઉત્તરોત્તર સંયમ સ્થાનની પ્રાપ્તિરૂપ છે, તેને આરોહીને સિદ્ધિ નામના લોકમાં, હે ગૌતમ! તું જઈશ. આ સંશયના વ્યવચ્છેદના ફળપણાથી તું જઈશ જ. ક્ષેમ - પરચક્ર આદિ ઉપદ્રવ રહિત, શિવં - સંપૂર્ણ દૂરિતાના ઉપશમથી. અનુત્તર - જેને બીજું કોઈ ઉત્તર - પ્રધાન નથી તે અનુત્તર અર્થાત્‌ સર્વોત્કૃષ્ટ. એમ હોવાથી હે ગૌતમ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર.
હવે નિગમન કરવાને ઉપદેશ સર્વસ્વ કહે છે –

Linked texts (2)