Pramāṇa · Search · About · API

Uttarajjhayana 728

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 728

Language
Gujarati

728

વિવેચન–૩૨૮
સંયોગથી વિપ્રમુક્ત અણગાર ભિક્ષુના આચાર એટલે આચરણ, ઉચિત ક્રિયા, વિનય. વૃદ્ધો કહે છે – આચાર, વિનય એ એકાર્થક છે અને તે અહીં બહુશ્રુત પૂજારૂપ જ ગ્રહણ કરાય છે. કેમકે તેનો જ અહીં અધિકાર છે. તો હું અનુક્રમ પ્રગટ કરીશ. તેને હું કહું છું, તે સાંભળો. આ બહુશ્રુતપૂજા કહી. તે બહુશ્રુત સ્વરૂપ પરિજ્ઞાન જ કરવા સમર્થ છે. બહુશ્રુતનું સ્વરૂપ તેના વિપર્યયના પરિજ્ઞાનમાં તદ્‌વિવિક્ત સુખથી જ જણાય છે. તેથી અબહુશ્રુતનું સ્વરૂપ કહે છે –

Linked texts (2)