Pramāṇa · Search · About · API

Uttarajjhayana 742

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 742

Language
Gujarati

742

વિવેચન–૩૪૪
જેમ જાત્યાદિ ગુણયુક્ત અશ્વ ઉપર સમ્યક્‌ રીતે બેસેલો, તે કદાચ કાયર પણ હોય, તેથી કહે છે – શૂર, દૃઢ, પરાક્રમ - શરીર સામર્થ્ય રૂપ છે તે તથા જમણી અને ડાબી બંને બાજુએ અથવા આગળ અને પાછળ બાર વાજિંત્રોના નિનાદ રૂપ વડે અથવા આશીર્વચન રૂપ નાંદી - ‘તમે ઘણું જીવો’ ઈત્યાદિ, તેના ઘોષથી, બંદિજનોના કોલાહલરૂપ હોય. એ પ્રમાણે બહુશ્રુત થાય છે.
અહીં શું કહેવા માંગે છે? જે પ્રમાણે આવો શૂર કોઈથી અભિભૂત થતો નથી, કે તેનો આશ્રિત બીજો કોઈપણ અભિભૂત ન થાય. તેમ આ પણ જિનપ્રવચનરૂપ ઘોડા ઉપર બેસીને પરવાદી દર્શનમાં પણ ત્રસ્ત ન થાય, તેના વિજય પ્રતિ સમર્થ છે. દિવસ-રાત્રિ સ્વાધ્યાયના ઘોષરૂપથી કે સ્વપક્ષ-પરપક્ષનો ઘોષ કે ‘તમે ઘણું જીવો’ થાય છે તેને પરતીર્થિ પણ પરાભવ કરવા સમર્થ નથી. તેને આશરે રહેલાં બીજા પણ કોઈ જીતાતા નથી. - તથા -

Linked texts (2)