Uttarajjhayana 754
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 754
- Language
- Gujarati
754
વિવેચન–૩૫૦
જેને હજાર આંખો છે તે સહસ્રાક્ષ, અહીં સંપ્રદાય એવો છે કે ઈન્દ્રને ૫૦૦ મંત્રી દેવો હોય છે, તેમની બબ્બે એટલે હજાર આંખો છે અથવા જે હજાર આંખો વડે જોવાય છે તેથી સહસ્રાક્ષ છે. વજ્ર - તે નામનું આયુધ જેના હાથમાં છે તે વજ્રપાણી. લોકોક્તિથી પૂરને ધારણ કરવાથી પુરંદર, એવો તે શક્ર - દેવોનો સ્વામી છે તેવા બહુશ્રુત થાય છે તે પણ શ્રુતજ્ઞાન વડે સંપૂર્ણ અતિશય રત્નનિધાન તુલ્યતાથી હજારો લોચન હોય તેમ જાણે છે. પૂ નો અર્થ શરીર પણ થાય, તે વિકૃત તપ અને અનુષ્ઠાનથી કર્તાને વિદારે છે તેથી પુરંદર છે. શક્રવત્ દેવો વડે ધર્મમાં અત્યંત નિશ્ચલતાથી પૂજાય છે ઈત્યાદિ. - X -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati