Pramāṇa · Search · About · API

Uttarajjhayana 758

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 758

Language
Gujarati

758

વિવેચન–૩૫૨
જે રીતે તે નક્ષત્રોનો સ્વામી - ઉડુપતિ, ચંદ્ર, અશ્વિની આદિ નક્ષત્રોથી, ગ્રહો અને તારાઓ વડે પરિવારિત થઈને પ્રતિપૂર્ણ સમસ્ત કલા-યુક્ત થાય. ક્યારે થાય? પૂર્ણિમાને દિવસે. અહીં ચંદ્ર એમ કહેવાથી કોઈ ચંદ્ર નામવાળો પણ ગ્રહણ થાય તેથી ઉડુપતિ એવું નામ ગ્રહણ કર્યું. ક્વચિત્‌ એકાકી સિંહ જેવો પણ હોય, તેથી વિશેષણ મૂક્યું - નક્ષત્ર પરિવારિત, તે પણ બીજ આદિનો નહીં, પણ પૂર્ણિમાનો લેવો, એ પ્રમાણે બહુશ્રુત લેવા. તે પણ નક્ષત્રોની માફક અનેક સાધુના અધિપતિ છે. તથા તે પરિવારિત સર્વકળા યુક્તપણાથી પ્રતિપૂર્ણ હોય છે. - બીજું -

Linked texts (2)