Uttarajjhayana 762
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 762
- Language
- Gujarati
762
વિવેચન–૩૫૪
જેમ તે વૃક્ષો મધ્યે પ્રધાન જંબૂ નામે સુદર્શના છે, જેમ આ અમૃત ફળની ઉપમા અને દેવાદિ આશ્રય છે, તેવું કોઈ વૃક્ષ નથી. જો કે આ વૃક્ષનો ફળ વ્યવહાર તેની પ્રતિરૂપતાથી જ છે, વસ્તુતઃ તે પૃથ્વીકાયિક છે, વજ્ર વૈડૂર્યાદિમય તેના મૂળ આદિ ત્યાં ત્યાં કહેલા છે તે કોનું છે? અનાદૃત નામે દેવ જંબૂદ્વીપાધિપતિ વ્યંતર દેવના આશ્રયત્વથી સંબંધી છે. બહુશ્રુત એ પ્રમાણે થાય છે. તેઓ પણ અમૃતની ઉપમાના ફળ સમાન શ્રુતયુક્ત દેવાદિને પણ પૂજ્યતાથી અભિગમનીય અને બાકીના વૃક્ષની ઉપમા સમાન સાધુમાં પ્રધાન છે - બીજું -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati