Pramāṇa · Search · About · API

Uttarajjhayana 797

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 797

Language
Gujarati

797

વિવેચન–૩૭૨
ક્ષેત્ર તુલ્ય પાત્ર અમે જાણીએ છીએ. જગતમાં આપેલા અનશન આદિ જન્માંતરમાં સમસ્તપણે પ્રાદુર્ભૂત થાય છે. કોઈને થાય કે હું પણ તેવું જ ક્ષેત્ર છું. તો તેની આશંકાનો ઉત્તર આપે છે - જેઓ બ્રાહ્મણ છે, તે પણ નામથી નહીં, પણ બ્રાહ્મણ જાતિ રૂપ અને ચૌદ વિદ્યાના સ્થાન રૂપ, તેનાથી જ યુક્ત તેવા જાતિ વિદ્યાયુક્ત, તે જ ક્ષેત્ર છે તે શોભન પ્રીતિકર છે. તારા જેવા શુદ્ર જાતીય નહીં. શુદ્રમતિત્વથી જ વેદાદિ વિદ્યાથી બહિષ્કૃત છે. આમ કહેતા, તેમને યક્ષે ઉત્તર આપ્યો –

Linked texts (2)