Pramāṇa · Search · About · API

Uttarajjhayana 81

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 81

Language
Gujarati

81

વિવેચન–૧૫
સતત શુદ્ધિને પામે છે. સંક્લેશરૂપ પરિણામાંતરને પામે છે તે આત્માનું દમન કરવું, ઈન્દ્રિય-નોઈન્દ્રિયના દમનથી મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોમાં રાગ-દ્વેષને વશ થઈ દુષ્ટ હાથીની જેમ ઉન્માર્ગ-ગામીને સ્વયં વિવેક અંકુશથી ઉપશમને પામે છે. - X - X - જે કારણે તે દુર્દમ અર્થાત્‌ દુર્જય છે, તેથી તેનું દમન કરતાં બાહ્ય દમનીય થાય છે. કહે છે કે – બધે આત્માને જિતતા જિત છે. ઉપશમમાં આણેલ આત્મા સુખી થાય છે. ક્યાં? આ અનુભૂયમાન આયુષ્યમાં શિષ્યના પ્રત્યક્ષ લોકમાં, તથા પરલોકમાં-ભવાંતરમાં, દાંતાત્મા પરમઋષિ અહીં જ દેવો વડે પૂજાય છે. અદાંતાત્માને ચોર કે પારદારિકાદિ વિનાશ પામે છે.
તેનાથી વિપરીત - શબ્દાદિમાં ન ફસાનાર બધે પ્રશંસા પામે છે. તેનું ઉદાહરણ – બે ભાઈઓ ચોર હતા. તેમના ઉપાશ્રયમાં સાધુઓ વર્ષાવાસ રહ્યા. ચોમાસું પૂરું કરીને જતી વેળાએ તે બંને ચોરોને કોઈ વ્રત ન સ્વીકારતા રાત્રિના ન ખાવાનું વ્રત આપ્યું. કોઈ વખતે તે ચોરો ધાડ પાડીને ઘણાં ગાય-ભેંસ લાવ્યા. બીજાઓ પાડાને મારીને પકાવવા લાગ્યા, બીજા દારુને માટે ગયા. માંસ પકવનારે વિચાર્યું કે અડધાં માંસમાં ઝેર નાંખીએ, પછી દારુ લાવનારને પણ આપી દઈશું. તેથી આપણને ઘણાં ગાય-ભેંસ ભાગમાં આવશે. દારુ લાવનારે પણ આવું જ વિચાર્યું. એ પ્રમાણે તેઓએ બંનેએ વિષ ભેળવ્યું. સૂર્યાસ્ત થઈ ગયો. તે બે ભાઈઓએ કંઈ જ ન ખાધું. બાકીનાએ પરસ્પર વિષયુક્ત ભોજનાદિ કર્યા. મરીને દુર્ગતિમાં ગયા. બંને ભાઈઓ પરલોકમાં સુખના ભાગી થયા.
આ પ્રમાણે જિહ્વેન્દ્રિયનું દમન કરવું, એ પ્રમાણે બાકીની ઈન્દ્રિયોને પણ દમતા આત્મા દાંત થતાં આલોક-પરલોકમાં સુખી થાય છે. હવે કેવી ભાવના કરવાથી આત્માનું દમન થાય તે કહે છે –

Linked texts (2)